રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની પત્રકાર પરિષદ

Featured Video Play Icon
Spread the love

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની પત્રકાર પરિષદ
જંગલેશ્વરમાં ડિમોલેશનની કામગીરી અને ખર્ચ મુદ્દે આપી વિગતો
હિસ્ટ્રીશીટરો મિલકતોનો ઉપયોગ ગેરપ્રવૃત્તિઓ માટે કરતા

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું. જોકે હવે આ વિસ્તારને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. આ વિસ્તાર ખરેખરમાં એક ગુનાખોરીનો અડ્ડો હતો જ્યાં દારૂથી લઈને ડ્રગ્સ સુધીનું વેચાણ થતું હતું. મેગા ડિમોલેશન બાદ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.

રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા મેગા ડિમોલિશન દરમિયાન પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. વર્ષોથી ગુનાખોરી માટે બદનામ બનેલા જંગલેશ્વર વિસ્તારમાં હિસ્ટ્રીશીટરો દ્વારા ગેરકાયદે બાંધકામ કરી મકાનો ભાડે અપાતા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, રાજકોટના નામચીન 11 હિસ્ટ્રીશીટરોની માલિકીની મોટી મિલકતો અહીં આવેલી હતી. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પત્રકાર પરિષદમાં ડિમોલેશનની કામગીરી અને ખર્ચ મુદ્દે વિગતો આપી છે,

હિસ્ટ્રીશીટરો તેમની મિલકતોનો ઉપયોગ ગેરપ્રવૃત્તિઓ માટે થતો હોવાના પુરાવા મળ્યા છે. વિસ્તારમાં ડ્રગ્સ, દારૂ, જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ વ્યાપક રીતે ચાલતી હતી. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરાવા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન રમા જુણેજા નામની મહિલાના ત્રણ આલીશાન મકાનો અને કુલ 48 રૂમો મળ્યા છે. ઉપરાંત સમીર ઉર્ફે મૂર્ધા પઠાણના ત્રણ રૂમ, સમીર ઉર્ફે સંજલાના 16 રૂમ, જાવેદ જુસેબ અને તોશીફ ઉમરેટાના 8-8 રૂમ તથા અસીમ ઉમરેટાના 12 રૂમો હોવાનું બહાર આવ્યું છે. કુલ મળીને 11 હિસ્ટ્રીશીટરોની માલિકીના 8 મકાનો, 97 ઓરડીઓ અને 3 દુકાનો હોવાનો ખુલાસો થયો છે. પોલીસના આંકડા મુજબ, છેલ્લા 10 વર્ષમાં જંગલેશ્વર વિસ્તારમાં દારૂના 276 કેસ, જુગાર અને ઘોડી-પાસાના 65 કેસ, 4 હત્યા અને 3 હત્યાના પ્રયાસના કેસ નોંધાયા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *