વાગરામાં ઉમેદવારોને ધમકાવવામાં આવતા હોવાનો લાગ્યો આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

વાગરામાં ઉમેદવારોને ધમકાવવામાં આવતા હોવાનો લાગ્યો આક્ષેપ
કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રસિંહે ધારાસભ્ય અરુણસિંહ રણા પર કર્યા પ્રહાર
કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચના શુકલતીર્થ-28 જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમારે વાગરા ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણા પર ગંભીર આક્ષેપ કર્યા છે.

ભરૂચના વાગરામાં ઉમેદવારોને ધમકાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા તેઓના તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોને ટેલીફોનિક અને તેઓના અંગત વ્યક્તિઓ દ્વારા ઉમેદવારોને ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા જણાવાયું હોવાનું આક્ષેપ કરાઓ છે. એટલું જ નહીં, ઉમેદવારના ઘરે તેઓના અંગત વ્યક્તિઓને મોકલી ઉમેદવારોનો સતત સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે છેલ્લા 4 દિવસથી નિકોરા અને ઝનોરના ઉમેદવારો પોતાના ઘરે કે, મત વિસ્તારમાં મતદાતાઓનો સંપર્ક પણ કરી શકતા નથી, તેમ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. વાગરા તાલુકાની વિલાયત જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દીપક પટેલે મતદારોને રીઝવવા માટે ઘર-ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત સઘન પ્રચાર અભિયાન હાથ ધર્યું છે. છેલ્લા બે દિવસથી દીપક પટેલે કાર્યકરો સાથે પીપલિયા અને જણીયાદરા જેવા ગામોમાં મતદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં મતદારોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *