ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીએ કાર્યાલય ખાતે લોક પ્રશ્નો સાંભળ્યા
પોતાના મત વિસ્તારોમાંથી આવેલ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી
સર ટી હોસ્પિટલ, સિંચાઈ, ખેડૂતોને લગતા અને દબાણોના પ્રશ્નો
ભાવનગરમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ કાર્યાલય ખાતે લોક પ્રશ્નો સાંભળ્યા
ભાવનગર શહેરના કાળુભા રોડ સ્થિત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના કાર્યાલય ખાતે ધારાસભ્યએ શહેર અને જિલ્લાઓ માંથી પોતાના મત વિસ્તારોમાંથી આવેલ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી બને તેટલી તરત ઉકેલ આવે તે દિશાના પગલાં પણ લીધા હતા. જેમાં ખાસ કરી ને વીજ ફોલ્ટ, નારી વિસ્તારોમાં પ્લોટ સનદ દસ્તાવેજ કરવા બાબતે, સર ટી હોસ્પિટલના લગતા, સિંચાઈના પ્રશ્નો, ખેડૂતોને લગતા પ્રશ્નો, દબાણો સહિતના પ્રશ્નો સાંભળ્યા હતા.
શહેરના કાળુભા સ્થિત કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્યએ જીતુભાઈ વાઘાણી આજે બપોર બાદ લોકપ્રશ્નો સાંભળવામાં બેઠા હતા, જેમાં વહીવટી બાબતોના પ્રશ્નો, પશ્ચિમ વિસ્તારના વિકાસના કામો કે શહેરના પ્રશ્નોઓ કાર્યકર્તાઓ, પ્રતિનિધિઓ અને શુભેચ્છકો અને અરજદારોના પ્રશ્નોના ઝડપથી નિકાલ આવે તે માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ સાથે વાત કરી ને ઝડપીથી સમસ્યાઓ હલ થાય તે માટે ના પ્રયાસો કર્યા હતા,
