સુરેન્દ્રનગર નમો કમલમ કાર્યાલય ખાતે ભાજપમાં ભરતી મેળો.

Featured Video Play Icon
Spread the love

સુરેન્દ્રનગર નમો કમલમ કાર્યાલય ખાતે ભાજપમાં ભરતી મેળો.
આપના ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી સતીશ ગમારા ભાજપમાં જોડાયા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાહેરાત કરી

સુરેન્દ્રનગર-વઢવાણના આમ આદમી પાર્ટીના પૂર્વ જોઈન્ટ સેક્રેટરી સતીષ ગમારાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાહેરાત કરી હતી અને ભાજપમાં જોડાવાની ઘોષણા કરી હતી.

સુરેન્દ્રનગર-વઢવાણના આમ આદમી પાર્ટીના પૂર્વ જોઈન્ટ સેક્રેટરી ગમારાએ ગુજરાત પ્રદેશ AAP પ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને પોતાનું રાજીનામું જાહેર કર્યું હતું. તેમણે પોતાના વોટ્સએપ સ્ટેટસ દ્વારા પણ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. નોંધનીય છે કે AAPના પૂર્વ કાર્યકરો અને હોદ્દેદારો હવે રાજીનામા આપવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે.

આજ રોજ સાંજે કમલમ ખાતે ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ જોઈન્ટ સેક્રેટરી સતીષ ગમારા અને તેમની સાથે શહેરી વિસ્તારના 50 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *