સુરતના ભેસ્તાન આવાસમાં ડિંડોલી પોલીસનું કોમ્બિંગ ઓપરેશન

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાન આવાસમાં ડિંડોલી પોલીસનું કોમ્બિંગ ઓપરેશન
મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા શંકાસ્પદોના રહેઠાણે તપાસ
પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી શંકાસ્પદ ઈસમોની તપાસ કરાઈ

સુરતના ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડિંડોલી પોલીસનું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા શંકાસ્પદ ઈસમોના રહેઠાણો પર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસ કરવામાં આવી હતી.

સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી હોય તેમ એસીપી આઈ ડિવિઝન એનપી ગોહિલની અધ્યક્ષતામાં ડિંડોલી પોલીસ દ્વારા ભેસ્તાન આવાસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. મિલકત સંબંધી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમોના રહેઠાણો પર પોલીસની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસ કરી હતી. પોલીસની આ કામગીરીથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *