ભરૂચ જંબુસરના ઉબેર ગામે કેનાલમાં ગાબડાં મામલે વિવાદ
નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં 65 ફૂટનું મોટું ગાબડું
તપાસ રિપોર્ટ પહેલાં જ કારણ જણાવતાં ધારાસભ્ય વિવાદમાં
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામ પાસે વડોદરા બ્રાન્ચ કેનાલમાં વહેલી સવારે ગાબડું પડ્યું. નર્મદાનું પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળ્યું અને 50 થી 60 એકર જમીનમાં ભરાયું. ડાંગર, કપાસ અને તુવેરના પાકને નુકસાનની ભીતિ છે ત્યારે તપાસ રિપોર્ટ પહેલાં જ કારણ જણાવતાં ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામ નજીક પસાર થતી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં 65 ફૂટનું ગાબડું બંધ કરવામાં આવ્યું છે. કેનાલમાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ બહાર નીકળતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. બનાવની જાણ નર્મદા નિગમના અધિકારીઓને થતા પાણીનું વહેણ ઓછું થતા માટી પુરાણ કરી ગાબડાને બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરાવી સરકાર દ્વારા યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે. કેનાલમાં પડેલા મોટા ગાબડાના કારણે પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળતાં ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ડાંગર, કપાસ, તુવેર અને દિવેલા સહિતના વિવિધ પાકોમાં પાણી ભરાઈ જતાં ઉભા પાકને નુકસાન થવાની આશંકા છે. મહેનત અને ખર્ચ કરીને તૈયાર કરેલા પાકમાં અચાનક પાણી ફરી વળતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડવાની શક્યતા છે. ત્યારે તપાસ રિપોર્ટ પહેલાં જ કારણ જણાવતાં ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે અને કોંગ્રેસે ધારાસભ્યના નિવેદન સામે સવાલ ઉઠાવ્યા છે
ખેતરોમાં પાણી ભરાઈ જવાથી આગામી ખેતીની કામગીરીને પણ અસર થવાની ભીતિ છે. આથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે કરવાની અને નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવાની માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેતરોમાં પાણી ફરી વળતાં પાકને નુકસાન થવાની ચિંતા છે. તંત્ર દ્વારા વહેલી તકે સ્થળ તપાસ કરી દરેક અસરગ્રસ્ત ખેડૂતના નુકસાનનો અંદાજ મેળવવો જોઈએ. સાથે જ સરકાર દ્વારા યોગ્ય વળતર અને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
