સુરત ગ્રામ્યમાં એક જ દિવસમાં એનડીપીએસના 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો

Featured Video Play Icon
Spread the love

સુરત ગ્રામ્યમાં એક જ દિવસમાં એનડીપીએસના 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો
ડ્રગ્સના 10 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
એલસીબી, એસઓજી અને એએનડબ્લ્યુની ટીમોએ મેદાનમાં ઉતરી કરી કાર્યવાહી
કોસંબાથી કડોદરા જીઆઈડીસીસુધી પોલીસનો સપાટો
ડ્રગ્સ પેડલરો સામે જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી
નશાના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા પોલીસનું વિશેષ અભિયાન ચાલુ

સુરત ગ્રામ્ય જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે જિલ્લા પોલીસે મેગા સ્ટ્રાઈક કરી છે. ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત એક જ દિવસમાં એનડીપીએસના 10 ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં 10 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. એલસીબી, એસઓજી અને એએનડબ્લ્યુ સહિતની વિવિધ પોલીસ ટીમો મેદાનમાં ઉતરી હતી અને કોસંબાથી લઈને કડોદરા જીઆઈડીસી સુધી અલગ-અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરી ડ્રગ્સ પેડલરો પર સપાટો બોલાવ્યો છે.

સુરત ગ્રામ્ય જિલ્લામાં ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસ એક્શન મોડમાં આવી છે. #IStandStrongAgainstDrugs કેમ્પેઇન અંતર્ગત નશાના નેટવર્કને તોડી પાડવા જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આ ઝુંબેશમાં LCB, SOG, ANW સહિતની વિવિધ પોલીસ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. પોલીસની અલગ-અલગ ટીમોએ કોસંબાથી લઈને કડોદરા GIDC સુધીના વિસ્તારોમાં સઘન કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક જ દિવસમાં NDPSના કુલ 10 ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે અને નશાના ગેરકાયદેસર કારોબાર સાથે સંકળાયેલા 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની આ મેગા સ્ટ્રાઈકથી ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલા પેડલરોમાં ફફડાટ ફેલાયો છે. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ડ્રગ્સના ગેરકાયદેસર વેપારને ડામવા અને નશામુક્ત સમાજના નિર્માણ માટે આ પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રાખવામાં આવશે.

યુવાનોને નશાના દૂષણથી બચાવવા અને ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર પર કડક લગામ લગાવવા સુરત ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસની આ સતત કાર્યવાહીથી ડ્રગ્સના નેટવર્ક પર કેટલો અંકુશ આવે છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *