સુરતમાં નશાના કારોબાર સામે ચોકબજાર પોલીસની કાર્યવાહી
બાતમીના આધારે ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો
ચોકબજાર પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો
સુરત શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી હોય તેમ ચોકબજાર પોલીસે બાતમીના આધારે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસના નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ચોકબજાર પોલીસને મોટી સફળતા મળી હોય તેમ ચોકબજાર પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે ફૂલવાડી ભરીમાતા રોડ પર રેલ રાહત કોલોની નજીક દરોડા પાડી ત્યાંથી આરોપી અરબાઝ હુસેન નિમાઝુદ્દીન અંસારીને 1.3 લાખથી વધુની કિંમતના 2.065 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. અને આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
