ગારિયાધારના પચ્ચેગામ રોડ પર ચોરીનો ભેદ ઉકેલાયો,
આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવતી ગારિયાધાર પોલીસ
ગારિયાધારના પચ્ચેગામ રોડ પર આવેલા ‘ધ ફોન ઝોન’માં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવતી ગારિયાધાર પોલીસ
ગારિયાધાર શહેરના પચ્ચેગામ રોડ પર આવેલા ‘ધ ફોન ઝોન’ મોબાઇલ શોરૂમમાં થયેલી ચોરીનો ભેદ ગારિયાધાર પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીના ગુનાની તપાસ દરમિયાન ગારિયાધાર પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. આરોપીઓને ઝડપી પાડ્યા બાદ ચોરીના બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું.
ગારિયાધાર પોલીસની સતર્કતા, ઝડપી તપાસ અને અસરકારક કામગીરીને પગલે ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. સમગ્ર કાર્યવાહી ગારિયાધાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
