સુરતમાં 20 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો
આરોપીને પોલીસે ઓરિસ્સાથી ઝડપી પાડ્યો
પોલીસે નિશામણી ચરણ શેટ્ટીની ધરપકડ કરી
કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં ઝડપાયેલો અને આજીવન કેદની સજા પામેલો આરોપી 20 વર્ષ અગાઉ પેરોલ જંપ કરી ભાગી છુટ્યો હોય જેને ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સાથી ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા 19 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન સુરતના જુદાજુદા પોલીસ મથકોમાં ભુતકાળમાં બનેલા ગંભીર ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સ્પેશ્યલ ડ્રાઈવનુ આયોજન કર્યુ હતુ જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વર્કઆઉટ કર્યુ હતુ તે સમયે કાપોદ્રા પોલીસ મથકમાં મર્ડરના ગુનામાં ઝડપાયેલો અને આજીવન કેદની સજા ભોગવો આરોપી કે જે પેરોલ જંપ કરી 20 વર્ષથી ભાગી છુટ્યો હોય તે હાલ ઓરિસ્સાના કેનન્દ્રપાડામાં હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓરિસ્સા ખાતે જઈ ત્યાંથી હત્યારા આરોપી નિશામણી ચરણ શેટ્ટીને ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
