સુરત : 10 વર્ષ પહેલા હત્યાનો ભેદ ઉકેલાયો
શરીરના ટુકડા કરી કંતાનમાં વિટાળી ફેંકી દઈ હત્યા કરાઈ હતી
ડીસીબી પોલીસે આરોપીને 10 વર્ષ પછી રાજસ્થાનના રામસર ખાતેથી ઝડપી લાવી
10 વર્ષ પહેલા શરીરના ટુકડા કરી કંતાનમાં વિટાળી ફેંકી દઈ હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને રાજસ્થાનના રામસર ખાતેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા 19 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન સુરતના જુદાજુદા પોલીસ મથકોમાં ભુતકાળમાં બનેલા ગંભીર ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સ્પેશ્યલ ડ્રાઈવનુ આયોજન કર્યુ હતુ જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વર્કઆઉટમાં હતી ત્યારે બાતમીના આધારે ગરફોડ સ્કોડની ટીમે 10 વર્ષ અગાઉ રાંદેર પોલીસ મથકની હદમાં એકની હત્યા કરી શરીરના પાંચ ટુકડા કરી કંતાનમાં વિટાળી ફેંકી દેવાના ગુનામાં સંડોવાયેલા આરોપી એવા હબીબુલ્લા ઉર્ફે હબીબ સુલેમાન સમા સિન્ધીને રાજસ્થાનમાં આવેલ બાડમેરના રામસર ખાતેથી ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબ્જો રાંદેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
