સુરતમાં ફિલ્મ ધબકારો ની ટીમનું આગમન,

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફિલ્મ ધબકારો ની ટીમનું આગમન,
સાજિદ નડિયાદવાલા ની પ્રથમ ગુજરાતી ફિલ્મ ચર્ચામાં
સ્ટારકાસ્ટમાં દેવેન ભોજાણી અને આર્જવ ત્રિવેદી મુખ્ય આકર્ષણ
૧ મે, ગુજરાત સ્થાપના દિવસે ફિલ્મ થશે રિલીઝ

સુરતના આંગણે ગુંજ્યો ‘ધબકારો’: સાજિદ નડિયાદવાલાની પ્રથમ ગુજરાતી ફિલ્મની સ્ટારકાસ્ટ દેવેન ભોજાણી, આર્જવ ત્રિવેદી અને દિગ્દર્શક અભિષેક શાહ સુરતના મહેમાન બન્યા

સુરત : ગુજરાતી સિનેમા જગતમાં હાલ જેની સૌથી વધુ ચર્ચા છે તેવી ફિલ્મ ‘ધબકારો’ ની ટીમ સુરતની મુલાકાતે આવી પહોંચી હતી. નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર અભિષેક શાહ, દિગ્ગજ અભિનેતા દેવેન ભોજાણી અને લોકપ્રિય યુવા અભિનેતા આર્જવ ત્રિવેદીએ સુરતના મીડિયા મિત્રો અને ચાહકો સાથે રૂબરૂ વાતચીત કરી ફિલ્મ વિશેની રસપ્રદ વિગતો શેર કરી હતી.

બોલીવુડના દિગ્ગજ નિર્માતા સાજિદ નડિયાદવાલા (નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ) આ ફિલ્મ દ્વારા પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ડગ માંડી રહ્યા છે. ‘ધ મુવિંગ મંચ’ અને ‘હરફનમૌલા ફિલ્મ્સ’ના સહયોગમાં બનેલી આ ફિલ્મ આગામી ૧લી મે-ગુજરાત સ્થાપના દિવસના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ‘હેલ્લારો’ જેવી માસ્ટરપીસ આપનાર અભિષેક શાહે જણાવ્યું કે, “ધબકારો’ એક અત્યંત સંવેદનશીલ અને લાગણી પ્રધાન ફિલ્મ છે. આ ફિલ્મ હળવાશથી કહેવાયેલી વાર્તા હોવા છતાં ગુજરાતી પ્રેક્ષકોના હ્રદયને સ્પર્શી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.” વર્ષો પછી ગુજરાતી પડદે મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહેલા દેવેન ભોજાણીએ ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું, “આ ફિલ્મની વાર્તામાં એક એવી તાજગી છે જે મને ફરીથી ગુજરાતી સિનેમા તરફ ખેંચી લાવી. સુરતીઓની એનર્જી જોઈને ખાતરી છે કે તેમને આ ફિલ્મ ખૂબ ગમશે.” આર્જવ ત્રિવેદીએ જણાવ્યું કે, “અભિષેક ભાઈ અને દેવેન સર સાથે કામ કરવું એ એક લર્નિંગ એક્સપિરિયન્સ રહ્યો છે. ફિલ્મમાં પારિવારિક સંબંધો અને લાગણીઓનું સુંદર મિશ્રણ છે.” ‘ધબકારો’ એ હળવાશથી કહેવાયેલી એક અત્યંત લાગણીપ્રધાન ફિલ્મ છે. ફિલ્મનું લેખન અને નિર્દેશન અભિષેક શાહનું છે.

સુરતની જનતાને આગ્રહ કરતા ટીમે જણાવ્યું કે, આગામી ૧લી મે ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં પરિવાર સાથે જઈને ‘ધબકારો’ જરૂર જુઓ હળવાશથી કહેવાયેલી આ લાગણીપ્રધાન ફિલ્મમાં ગુજરાતી પ્રેક્ષકોને ચોક્કસ પોતાનો ‘ધબકારો’ સંભળાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *