સુરત મહાનગરપાલિકાના 342 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુર્હુત
વિકાસ લક્ષી કાર્યોનુ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
ડભોલીમાં નવનિર્મિત અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન
સુરત મહાનગરપાલિકાના 342 કરોડથી વધુના વિકાસ લક્ષી કાર્યોનુ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે સુરત મહાનગર પાલિકાના 342.81 કરોડના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયુ હતું. ડભોલીમાં અક્ષરવાડી ખાતે 173.78 કરોડના ખર્ચે તૈયાર થયેલા 17 વિકાસકામો જનતા માટે ખુલ્લા મુકાયા હતાં. તો સુરત મહાનગર પાલિકાના વિવિધ ઝોનમાં 169 કરોડના ખર્ચે આકાર લેનારા 24 નવા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું. જ્યારે ડભોલીમાં 70 કરોડના ખર્ચે નવનિર્મિત અટલબિહારી બાજપાઈ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રોજેક્ટ્સમાં લેકગાર્ડન વાંચનાલય, અર્બન હેલ્થ સેન્ટર અને શેલ્ટર હોમ જેવી પાયાની સુવિધાઓનો સમાવેશ કરાયો છે.
