સુરત પોલીસની સોસીયલ મીડિયા પર બાજા નજર

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસની સોસીયલ મીડિયા પર બાજા નજર
સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનાર સુરતનો શખ્સ ઝડપાયો
પહેલગામ આંતકી હુમલા અંગે આપત્તિજનક વીડિયો અપલોડ કરનાર સામે કાર્યવાહી
અમરોલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતી વચ્ચે જમ્મુ-કાશ્મીરના પહેલગામ હુમલો પૂર્વયોજીત અને ભારતમાં જ રહે છે આતંકવાદના ગુરૂ એવું લખાણ સોશિયલ મીડિયામાં લખાયુ હતું. આ સાથે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના ફોટો સાથે વીડિયો ફેસબુક ઉપર અપલોડ કરી દેશના સાર્વભૌમત્વ અને એકતા જોખમાઈ તેવું કૃત્ય કરનાર વિરુદ્ધ અમરોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પહેલગામમાં આતંકી હુમલામાં સહેલાણીઓના મોતની ઘટનાને પગલે ભારતે સર્જીકલ એર સ્ટ્રાઈક કરી પીઓકેમાં આતંકવાદીઓના કેમ્પનો ખાત્મો બોલાવ્યો હતો. સર્જીકલ સ્ટ્રાઈકના બદલામાં પાકિસ્તાને ડ્રોન હુમલો કર્યો હતો, પરંતુ ભારતીય સૈન્યએ તમામ ડ્રોન તોડી પાડી વળતો જવાબ આપતા બંને દેશ વચ્ચે તણાવની સ્થિતી સર્જાઈ છે. જે અંતર્ગત સોશિયલ મિડિયા ઉપર અનેક અફવાએ જોર પકડયું હતું. જોકે, દેશહિતમાં અને ભારતની સાર્વભૌમત્વ, એકતા અને સુરક્ષા જોખમાઈ નહીં તેવી ખોટી અફવા ફેલાવવા તથા ટિપ્પણી કરવાથી લોકોને દૂર રહેવા અપીલ કરાઈ હતી અને સોશિયલ મીડિયા ઉપર વોચરખાઈ રહી હતી. ત્યારે ફેસબુક ઉપર મહેશ રાઠોડ નામના આઈડીમાં જાગો ઈન્ડિયા ચેનલનો એક વીડિયો અમરોલી પોલીસને નજરે પડયો હતો. વીડિયોના હેડિંગમાં પહેલગામ હુમલો પૂર્વયોજીત હતો અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરૂ એવું લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ફોટો મુકી પહેલગામને આતંકી હુમલો તેઓએ જ કરાવ્યો છે, એવો ગંભીર આક્ષેપ અને વીડિયોમાં દિપેન સીંગ પોલિટીકલ એનાલીસ્ટ એવું લખેલું હતું. જેથી વીડિયો બનાવનાર દિપેન સિંહ વિરૂદ્ધ અમરોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. અને ટેકનિકલ એનાલિસીસના આધારે પોલીસે અમરોલી જુનો કોસાડ રોડ ખાતે આવેલ સ્વસ્તિક કોમ્પલેક્ષમાં રહેતા મોટિવેશનલ સ્પીકર અને ગૌરક્ષક એવા દિપેન રમેશ પરમારની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *