સુરતની પોલીસે વેશ પલટો કરી આરોપીને ઝડપ્યો
આરોપી ચોરીના ગુનામાં 10 વર્ષથી નાસતા ફરતા હતા
આરોપી હરીયાણા બોર્ડર પર આવેલ ડીગ જિલ્લાથી ઝડપાયો
ડુમસ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસતા ફરતા અને સી.આર.પી.સી. 70 મુજબના વોરંટના નાસતા ફરતા આરોપીને રાજસ્થાન તથા હરીયાણા બોર્ડર પર આવેલ ડીગ જિલ્લા ખાતેથી સુરતની નાયબ પોલીસ કમિશનર ઝોન છની ટીમે વેશ પલ્ટો કરી ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ દ્વારા નાસતા ફરતા આરોપીઓન શોધી કાઢવા સુચના અપાઈ છે જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન છ રાજેશ પરમારના માર્ગદર્શન અને સીધા સુપરવિઝન હેઠળ પી.એસ.આઈ. પી.આર. સંગાડાના નેતૃત્વ હેઠળ ઝોન છની ટીમ દ્વારા પોલીસ મથક વિસ્તારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી જેમાં ડુમસ પોલીસ મથકમાં 10 વર્ષથી એટલે કે વર્ષ 2015થી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા અને સી.આર.પી.સી. 70 મુજબ વોરંટના આરોપીને અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિપકકુમાર હરીસંગ, ભગવાન પ્રકાશરાવ, અનંત દિનેશચંદ્ર તથા પંકજ મોહનભાઈ અને પરસોત્તમ મઘાભાઈએ ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સથી તપાસ કરી રાજસ્થાન અને હરિયાણા બોર્ડર પર આવેલ રાજસ્થાનના ડીગ જીલ્લાના સીકરીના તેલીકાબાસ ગામેથી વેસ પલ્ટો કરી આરોપી એવા ઈમામુદ્દીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવને ઝડીપ પાડ્યો હતો.