સુરતમાં નાસીર નગરના ભુતિયા ડિમોલીશન અંગે સવાલો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં નાસીર નગરના ભુતિયા ડિમોલીશન અંગે સવાલો
સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે પત્રકારોને માહિતી આપી
ખોખો રમત રમાઈ હોય તે રીતે અધુરા જવાબો

સુરતમાં નાસીર નગરના ભુતિયા ડિમોલીશન અંગે ફરી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે પત્રકારોને માહિતી આપી હતી જો કે આ વખતે પણ ખોખો રમત રમાઈ હોય તે રીતે અધુરા જવાબો આપી નિકળી ગયા હતાં.

સુરતના ચકચારીત નાસીર નગર ભુતિયા ડિમોલીશનને લઈ હવે અધિકારીઓ સાથે પદાધિકારીઓ પણ ખોખો રમત રમતા થઈ ગયા છે. ત્યારે દિવસો બાદ સુરત મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેનએ ફરી પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તપાસ કમીટીની રચના મનપા કમિશનરે કરી હોવાનુ અને તે કમીટી તપાસ કર્યા બાદ જે રિપોર્ટ આપશે તેના આધારે મનપા કમિશનર પગલા લેશે તેવી ઉડાઉ વાતો કરી વહીવટી તંત્ર પર ખો નાંખી દીધો હતો. જો કે પત્રકારોએ સવાલોનો મારો ચલાવતા જ અધવચ્ચે રાજન પટેલે પત્રકાર પરિષદ છોડી દીધી હતી અને ચાલતી પકડતા મીડિયા કર્મીઓ પણ તેઓ પાછળ પડ્યા હતા. પરંતુ રાજન પટેલે આખરે પાલિકા કચેરીમાંથી જ નિકળી જવાનુ મુનાસીબ માની લીધુ હોય તેમ તેઓ કારમાં બેસી રવાના થઈ ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *