સુરતના અડાજણ વિસ્તારમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

સુરતના અડાજણ વિસ્તારમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
48 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ માત્ર બે દિવસમાં ઉકેલ્યો
ચોરીમાં  ગયેલો સમગ્ર મુદ્દામાલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો

સુરતના અડાજણ વિસ્તારમાં થયેલી 48 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ માત્ર બે દિવસમાં ઉકેલી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. એટલું જ નહીં, સમગ્ર મુદ્દામાલ પણ રિકવર કરીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને પરત કરવામાં આવ્યો હતો.

સુરતના અડાજણ વિસ્તારમાં ગત 18 મે 2026ના રોજ 48 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીની ગંભીર ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ સુરત શહેર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસની સતર્કતા, ટેક્નિકલ સર્વેલન્સ અને ઝડપી તપાસના પરિણામે માત્ર બે દિવસમાં જ આરોપીની અટકાયત કરવામાં સફળતા મળી હતી. તપાસ દરમિયાન ચોરીમાં  ગયેલો સમગ્ર મુદ્દામાલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ચોરીમાં ગયેલી સંપૂર્ણ 48 લાખ રૂપિયાની રકમ ફરિયાદીને પરત સોંપવામાં આવી હતી. જેથી તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *