સુરતના પુણા પોલીસ મથકની હદમાં હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરતના પુણા પોલીસ મથકની હદમાં હત્યા
તળાવ પાસે યુવાનની કરાયેલી ઘાત્કી હત્યા
અનૈતિક સંબંધની શંકામાં હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યુ

સુરતના પુણા પોલીસ મથકની હદમાં તળાવ પાસે યુવાનની કરાયેલી ઘાત્કી હત્યા મામલે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ચાર હત્યારાઓને ઝડપી પાડ્યા હતાં. તો અનૈતિક સંબંધની શંકામાં હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યુ છે.

સુરતના પુણા પોલીસ મથકની હદમાં પુણાગામ તળાવના મેઇન ગેટ પાસે કરણ વિક્રમભાઈ વાઘેલાની નિર્દયી હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ચાર હત્યારાઓને ઝડપી પાડ્યા હતાં. અનૈતિક સંબંધની શંકામાં મૃતક કરણ વાઘેલાની હત્યા કરાઈ હોય જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે હત્યારા અજીત વાઘેલાની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાને લઈ અજીત એ તેના સાગરીતો વીર વાઘેલા, જ્યંતિ પરમાર અને રાહુલ પરમાર સાથે મળી કરણ વાઘેલાની હત્યા કરી હતી. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે હત્યારાઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં. જે અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ વધુ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *