સુરતમાં રક્તદાન શિબિરનુ આયોજન
પુણા પોલીસ મથક ખાતે મેગા રક્તદાન કેમ્પનુ આયોજન
થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્તની અછત ન પડે ત માટે કેમ્પ યોજાયું
સુરત પોલીસ લોકો માટે હરહંમેશ સેવા આપવા અગ્રેસર રહે છે ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તની અછત ન સર્જાઈ તે માટે પણ પોલીસ રક્તદાન શિબિરનુ આયોજન કરે છે. તો સુરતના પુણા પોલીસ મથક ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ હતુ જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
સુરત પોલીસ પ્રજા સાથે સેતુ બાંધવા અનેક કાર્યક્રમો તથા લોક સંવાદ કાર્યક્રમ યોજે છે જેથી લોકોને પોલીસ પર વિશ્વાસ બેસે છે. ત્યારે લોકો માટે હરહંમેશ મદદ કરવા અગ્રેસર રહેતી સુરત પોલીસ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પણ અગ્રેસર રહે છે. ત્યારે સુરતના પોલીસ મથક ખાતે સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કોમિશનર ઝોન વન દ્વારા થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પનુ આયોજન કરાયુ હતું. જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન વન સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં. તો આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહિતનાઓએ રક્તદાન કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અનોખી સેવા આપી હતી.