સુરતની સુમન શાળાના વિદ્યાર્થીઓને અપાશે સ્કોલરશીપ .
નવા શૈક્ષણિક સત્રથી 6 નવી સ્કૂલ શરૂ થશે
બોર્ડ પરીક્ષામાં સુમન હાઈસ્કૂલોનું દમદાર પર્ફોર્મન્સ
306 વિદ્યાર્થીને 7000ની સ્કોલરશીપ આપવામાં આવશે
સુરત મહાનગર પાલિકા સંચાલિત સુમન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલર શીપ આપવામાં આવશે. ચાલુ વર્ષે સુમન શાળાના વિદ્યાર્થીઓએ કે જેઓએ બોર્ડની પરિક્ષામાં શાનદાર પ્રદર્શન કરી રેકોર્ડ બ્રેક સફળતા હાંસલી કરી હોય જેઓને પાલિકા દ્વારા એકક સમાન સ્કોલરશીપ અપાશે.
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ પણ હવે બોર્ડમાં જળહળતી સફળતા મેળવી રહ્યા છે. ત્યારે સુરત મનપાની સુમન શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે. જેમાં ચાલુ વર્ષે સુમન શાળાના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી છે તે તેજસ્વી 306 વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા દ્વારા એકસમાન 7000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે. સુરત મનપા સંચાલિત સુમન શાળાઓના ધોરણ 10 ના 234 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ધોરણ-12 માં 72 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં ઝળક્યા છે. ધોરણ-10 નું પરિણામ 95.54 ટકા અને ધોરણ-12 નું 98.64 ટકા રહ્યું છે. જે ગત વર્ષ કરતા વધુ સારૂ પરિણામ છે. અને ભૂતકાળમાં સ્કોલરશીપ માટે 1 લાખ રૂપિયાની જોગવાઈ હતી, જે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે વહેંચાતી હતી તેમ જણાવાયુ હતું.