સુરતમાં લાખોની ઠગાઈ આચરી ભાગી છુટેલા ઠગ ઝડપાયો
મહિલાને સસ્તામાં સોનુ અપાવવાના બહાને લાખોની ઠગાઈ આચરાઈ
પોલીસે આરોપીને મધ્યપ્રદેશથી પકડી પાડ્યો
લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે તે કહેવત આજે પણ સાર્થક થાય છે. ત્યારે ત્રણ વર્ષ અગાઉ રાંદેર વિસ્તારમાં મહિલાને સસ્તામાં સોનુ અપાવવાના બહાને લાખોની ઠગાઈ આચરી ભાગી છુટેલા ઠગને મધ્યપ્રદેશથી રાંદેર પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરતમાં અનેકવાર લોકો ઠગાઈનો ભોગ બની રહ્યા છે. ત્યારે એ કહેવત અહિ સાચી પડે છે કે લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે. વાત એમ છે કે સુરતના રાંદેર વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ ઠગાઈ આચરાઈ હતી. મહિલાને સસ્તામાં સોનુ અપાવવાના બહાને લાખોની ઠગાઈ આચરાઈ હતી. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી મહિલાને સસ્તામાં સોનુ અપાવવાના બહાને ઠગ લવીન રાઠવા 11 લાખ પડાવી ભાગી છુટ્યો હતો. જેને લઈ મહિલાએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી હતી. અને ત્રણ વર્ષ બાદ આરોપી મધ્યપ્રદેશના સોંધવામાં હોવાની માહિતી મળતા રાંદેર પોલીસે મધ્યપ્રદેશના સોંધવા ખાતે જઈ ત્યાંથી લવીન રાઠવાને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.