ચંદનચાલમાં ભગવાન શ્રી ગણેશ પ્રતિમા આગમન થયું
ચંદનચાલમાં છેલ્લા 37 વર્ષોથી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે
સ્વ. મદન ગોપાલ મિશ્રા જી નાં માર્ગદર્શન હેઠળ ગણેશ પ્રતિમાની સ્થાપના
ગણેશ આગમનમાં સાઉથ ઇન્ડિયન થીમ રાખવામાં આવી હતી
દાહોદ શહેરમાં આવેલ ચંદ્રશેખર આઝાદ ચોક નજીક ચંદનચાલમાં છેલ્લા 37 વર્ષોથી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આજરોજ ગણેશ પ્રતિમા નુ આગમન કરવામાં આવ્યું હતું
દાહોદ શહેરમાં આવેલ ચંદ્રશેખર આઝાદ ચોક નજીક ચંદનચાલમાં છેલ્લા 37 વર્ષોથી પ્રભુ શ્રી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે સ્વર્ગીય મદન ગોપાલ મિશ્રા જી નાં માર્ગદર્શન હેઠળ સતીશભાઈ, અંકુરભાઈ, શૈલેષભાઈએ ચંદન ચાલમાં ગણેશ પ્રતિમા ની સ્થાપના કરી હતી જેમાં આજ દિન સુધી ખૂબ જ ધૂમ ધામ થી ગણેશ ચતુર્થી પર્વ હર્ષોલ્લાસ થી ચંદન ચાલના લોકો મનાવતા આવે છે આ વખતે આગમન દરમિયાન સર્વ ભક્તોએ સાઉથ ઇન્ડિયન થીમ પર ડાન્સ કરી તેમજ ત્યાંની વેશભૂષા ધારણ કરી હતી અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ ભંડારા તેમજ સર્વ જ્ઞાતિના લોકો ગણેશ ચતુર્થીનું તહેવાર ધૂમધામ તેમજ હળી મળીને મનાવવામાં આવે છે
