સુરતમાં જમીન સસ્તા ભાવે અપાવવાનુ જણાવી ઠગાઈ
જમીન અન્યને વેચાણ સાટાખત કરી આપી ઠગાઈ
ઈકો સેલની ટીમે દલાલ ઇલ્યાસ અબ્દુલહૈ કાકાની ધરપકડ કરી
જમીન સસ્તા ભાવે અપાવવાનુ જણાવી સોદો નક્કી કર્યા બાદ વેચાણ અવેજ પેટે રૂપિયા મેળવી જમીન અન્યને વેચાણ સાટાખત કરી આપી ઠગાઈ આચરનાર દલાલને ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરતમાં જમીન વેચાણના નામે કરોડોની છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલને મોટી સફળતા મળી હોય તેમ વેસુ પોલીસમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા દલાલની ધરપકડ કરી હતી. વાત એમ છે કે વેસુ વિસ્તારમાં આવેલી ઇટાળવા ગામની જમીન સસ્તા ભાવે અપાવવાનું કહી 1.26 કરોડથી વધુ રકમ મેળવી જમીન અન્ય વ્યક્તિને વેચી દેવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાતા ઈકો સેલે તપાસ હાથ ધરી હતી. અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દલાલ ઇલ્યાસ અબ્દુલહૈ કાકાની ધરપકડ કરી હતી. આ મામલે કુલ 16 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હોય જે મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
