સુરતમાં નાસિરનગર ડિમોલેશન મામલે નવો ખુલાસો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં નાસિરનગર ડિમોલેશન મામલે નવો ખુલાસો
બિલ્ડરના હિતમાં 100થી વધુ મકાનો તોડાયા
પ્રોજેક્ટ પાસે મંજૂરી વિના બેઝમેન્ટ સુધીનું બાંધકામ થઈ ગયું

સુરતમાં નાસિરનગર ડિમોલેશન મામલે નવો ખુલાસો સામે આવ્યો છે જેમાં બિલ્ડરના હિતમાં 100થી વધુ મકાનો તોડાયા હોવાના આક્ષેપ છે, તેના જ પ્રોજેક્ટ પાસે મંજૂરી વિના બેઝમેન્ટ સુધીનું બાંધકામ થઈ ગયું હોવા છતાં તંત્રની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા છે.

સુરતના વેડરોડ પર નાસિરનગરમાં 100થી વધુ મકાનોના ડિમોલેશન બાદ હવે ગેરકાયદે બાંધકામનો મુદ્દો ગરમાયો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ રસ્તો આપવાના નામે ગરીબોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં. જ્યારે વિવાદિત જમીનને અડીને આવેલી જગ્યાએ છેલ્લા દોઢ વર્ષથી કોઈપણ મંજૂરી વિના 12 ટાવરનું બાંધકામ ધમધમી રહ્યું છે. મનપાએ બિલ્ડરને માત્ર ખોદકામ પૂરવા માટેની નોટિસ ફટકારી છે, પરંતુ બેઝમેન્ટ સુધીનું બાંધકામ થઈ જવા છતાં કડક કાર્યવાહી ન થતાં અનેક સવાલો ઊભા થયા છે. બીજી તરફ 100થી વધુ મકાનો કોણે તોડ્યા અને કોના ઇશારે કાર્યવાહી થઈ તે હજુ પણ રહસ્ય બની રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *