સુરતના વેસુ વિસ્તારમાં યુવક ટોપ ફ્લોર પર ફસ્યો
નિશાલ આર્કેડ કોમર્શિયલ બિલ્ડિંગમાં સફાઈ કામગીરી દરમિયાન ફસાયો
ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત કાઢ્યો
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી નિશાલ આર્કેડ કોમર્શિયલ બિલ્ડિંગમાં સફાઈ કામગીરી દરમિયાન એક યુવક ટોપ ફ્લોર પર ફસાઈ જતા ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
સુરતના વેસુની નિશાલ આર્કેડ કોમર્શિયલ બિલ્ડિંગમાં સફાઈ માટે ટોપ ફ્લોર પર ઉતરેલા આશિષ મહેતા અચાનક ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી અને બિલ્ડિંગના ટોપ ફ્લોરનો કાચ તોડી યુવક સુધી પહોંચવામાં આવ્યું. ભારે જહેમત બાદ ફાયર કર્મીઓએ આશિષ મહેતાને સુરક્ષિત રીતે બહાર કાઢતા સૌએ રાહતનો શ્વાસ લીધો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
