સુરત વરાછામાં ગે ડેટીંગ એન્ડ ચેટ એપ્લીકેશના નામે રૂપિયા પડાવતા આરોપી
વાતચીત કરી મળવા બોલાવી ડરાવી ધમકાવી રૂપિયા પડાવ્યા
બાળ કિશોર સહિત વિજય ધીરૂ મકવાણાને ઝડપી પાડ્યો
સુરત વરાછા પોલીસે પોદ્દાર આર્કેડ પાસે ગ્રીન્ડર નીયરબાય ગે ડેટીંગ એન્ડ ચેટ એપ્લીકેશમાં વાતચીત કરી મળવા બોલાવી ડરાવી ધમકાવી રૂપિયા પડાવી લેનાર બાળ કિશોર સહિત બેને ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં સોશીયલ મીડિયા થકી લુંટના ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગ્રીન્ડર નીયરબાય ગે ડેટીંગ એન્ડ ચેટ એપ્લીકેશન દ્વારા વાતચીત કરી ફરિયાદીને વરાછા પોદ્દાર આર્કેડ પાસે મળવા બોલાવી તેને ડરાવી ધમકાવી બળજબરીથી 45 હજાર પડાવી લેવાયા હોવાની ફરિયાદ વરાછા પોલીસ મથકે નોંધાતા વરાછા પોલીસે પીઆઈ એઆર વાળા અને એમજી કરડાણીની સુચના સાથે પીએસઆઈ પીબી ગોલની ટીમ તપાસમાં જોડાઈ હતી અને અપોકો વાસુરભાઈ તથા સંદીપભાઈને મળેલી બાતમીના આધારે લુંટ કરનાર એક બાળ કિશોર સહિત વિજય ધીરૂ મકવાણાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
