પલસાણાના 85 લાખની નકલી નોટ કેસમાં 6 વર્ષથી વોન્ટેડ સચિન દિલ્હીથી ઝડપાયો
વર્ષ 2019માં કાનજી ભરવાડ અને સુનિતા ઉબાડે નકલી નોટ સાથે પકડાયા હતા
ફરાર થયા બાદ તે દેશના વિવિધ રાજ્યોની હોટલમાં વેઇટર તરીકે નોકરી કરતો હતો
વર્ષ 2019માં સચન પોલીસ મથકમાં નોંધાયેલા લાખોની ડ઼ુપ્લીકેટ નોટો બનાવવાના ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા આરોપીને દિલ્હીથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નવરાત્રીના તહેવારમાં અનિચ્છનિય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસ્તા ફરતા સ્કોડની ટીમે વર્ષ 2019માં સચીન પોલીસ મથકમાં નોંધાયેલા 85 લાખની નકલી ડુપ્લીકેટ નોટ બનાવવાના ગુનામાં છ વર્ષતી નાસતા ફરતા આરોપી એવા સચીન ગુલાબ પરમાર દેવીપુજકને દિલ્હીના પહાડગંજ નજીકથી ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેનો કબ્જો સચીન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
