સુરતમાં અજાણ્યાઓએ વાહન સળગાવ્યું
સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો
ઘટનાને અંજામ આપી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે સુરતના ભેસ્તાન સિદ્ધાર્થ નગરમાં રાત્રીના સમયે અજાણ્યાઓએ વાહનમાં આગ લગાડી દેતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
ભેસ્તાન વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થ નગરમાં રાત્રિના સમયે એક ટુ વ્હીલર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ લગાવી દેતા લોકોએ ભયનો માહોલ અનુભવ્યો હતો. ઘટનાને અંજામ આપી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. તો ગાડી માલિકે ઘટના અંગે તરત જ પોલીસને જાણ કરી હતી. જે જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આ આખી ઘટના પાછળ કોણ જવાબદાર છે તે શોધવા માટે સીસીટીવી સહિતના પુરાવા ખંગાળવાની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે સ્થાનિક રહેવાસીઓમાં ચર્ચા ચાલી રહી છે કે રાત્રિના સમયે આવી ઘટનાઓ બનતા લોકોના મનમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસે હાલ આ બનાવને ગંભીરતાથી લઈને અજાણ્યા શખ્સોની શોધખોળ માટે પ્રયાસો તેજ કર્યા છે.
