સુરત ઉમરામાં ખારવા માછી સમાજ પ્રીમિયર લીગ 2025

Featured Video Play Icon
Spread the love

સુરત ઉમરામાં ખારવા માછી સમાજ પ્રીમિયર લીગ 2025
KSPL 3.0)નો ભવ્ય ફાઇનલ મહોત્સવ ઉમરામાં યોજાયો
વિશેષ મહેમાન તરીકે દીપક ઇજાદારની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ

સુરતના ઉમરા સ્થિત રઘુવીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રઘુવીર સ્પોર્ટ્સ ઉમરા દ્વારા આયોજિત ખારવા માછી સમાજ પ્રીમિયર લીગ – કેએસપીએલ ૩.૦ નો ભવ્ય ફાઇનલ મુકાબલો અને રંગારંગ સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં ખેલપ્રેમીઓ, સમાજના આગેવાનો, મહેમાનો અને યુવાનોનો વિશાળ જનસમૂહ ઉપસ્થિત રહ્યો હતો.

આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે દીપક ઇજાદારની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. તેમણે ખેલાડીઓને અભિનંદન પાઠવી રમતગમત દ્વારા સમાજમાં એકતા, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવવાનો સંદેશ આપ્યો હતો. તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ટુર્નામેન્ટે માત્ર ક્રિકેટનો જ નહીં પરંતુ ખારવા માછી સમાજની એકતા, સંગઠન અને પ્રતિભાનો પણ અનોખો પરિચય કરાવ્યો હતો. ફાઇનલ મુકાબલો રોમાંચથી ભરપૂર રહ્યો હતો, જેમાં ખેલાડીઓએ જોરદાર રમતનું પ્રદર્શન કરી દર્શકોના દિલ જીતી લીધા હતા.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ અને સમાજના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રમતગમતના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને સન્માનચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા. ફાઇનલ મેચ બાદ આયોજિત “A Grand Evening of Live Musical Performances” એ સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. પ્રખ્યાત ગાયકો, કલાકારો અને એન્કરોએ પોતાના શાનદાર પરફોર્મન્સથી હાજર જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. સંગીત, મનોરંજન અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *