સુરતના ડીંડોલીમાં મનપાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ

Featured Video Play Icon
Spread the love

સુરતના ડીંડોલીમાં મનપાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ
બે દિવસથી કચરો ઉપાડતો 3-વ્હીલર ટેમ્પો રસ્તા પર પડ્યો
માંસ રોડ પર ફેલાઈ જતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ

સુરતના ડીંડોલી વિસ્તારમાં મનપાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ડિંડોલીના પ્રમુખ પાર્ક જતાં બ્રિજ પાસે છેલ્લા બે દિવસથી કચરો ઉપાડતો 3-વ્હીલર ટેમ્પો રસ્તા પર પડ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. તો રસ્તા વચ્ચે ઉભેલા ટેમ્પા સાથે બાઈક અથડાતા તેમાં ભરાયેલું માંસ રોડ પર ફેલાઈ જતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી. જે ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં પ્રમુખ પાર્ક જતાં બ્રિજ નજીક એસએમસીનો કચરો ઉપાડતો 3-વ્હીલર ટેમ્પો છેલ્લા બે દિવસથી રસ્તા પર જ પડ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. અને પાછળથી પસાર થતી એક બાઈક ટેમ્પા સાથે અથડાઈ હતી. જે અકસ્માત બાદ ટેમ્પામાં ભરાયેલું માંસ બાઈક પર અને રોડ ઉપર ફેલાઈ ગયું હતું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટેમ્પો લાંબા સમયથી રસ્તા પર બેદરકારીપૂર્વક પડ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. લોકોએ આક્ષેપ કર્યો કે સમયસર વાહન હટાવવામાં આવ્યું હોત તો આવી ઘટના ટાળી શકાય તેમ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો એસએમસીની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *