સુરતના કતારગામ બાળાશ્રમ ખાતે ભાવુક અને માનવતાભર્યો કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

સુરતના કતારગામ બાળાશ્રમ ખાતે ભાવુક અને માનવતાભર્યો કાર્યક્રમ
કમિશ્નરના અધ્યક્ષ સ્થાને 3 અનાથ બાળકોને દત્તક સોંપવાની પ્રક્રિયા
ડીંડોલી વિસ્તારમાંથી મળેલી દીકરી હસ્તીની એડોપ્શન પ્રક્રિયા

સુરતના કતારગામ બાળાશ્રમ ખાતે આજે એક ભાવુક અને માનવતાભર્યો કાર્યક્રમ યોજાવાનો છે. સવારે 10:45 કલાકે કલેકટર અને પોલીસ કમિશ્નરના અધ્યક્ષ સ્થાને 3 અનાથ બાળકોને દત્તક લેનાર માતા-પિતાને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ખાસ કરીને ડીંડોલી વિસ્તારમાંથી મળેલી દીકરી હસ્તીની એડોપ્શન પ્રક્રિયા પણ આજે પૂર્ણ થઇ હતી.

સુરતના કતારગામ બાળાશ્રમ ખાતે આજે માનવતાને સ્પર્શતો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેમાં ત્રણ અનાથ બાળકોને દત્તક લેનાર પરિવારોને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કલેકટર અને પોલીસ કમિશ્નરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં ડીંડોલી વિસ્તારમાંથી મળી આવેલી દીકરી હસ્તીની એડોપ્શન પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે. લાંબા સમયથી બાળાશ્રમમાં સંભાળ હેઠળ રહેલી હસ્તીને હવે નવું પરિવાર અને નવી ઓળખ મળશે. આ પ્રસંગે સંબંધિત અધિકારીઓ, બાળ કલ્યાણ સમિતિના સભ્યો તેમજ મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ સવારે 10:45 કલાકે કતારગામ બાળાશ્રમ ખાતે યોજાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *