સુરતના મોટા વરાછા વિસ્તારમાં સરકારી શાળામાં વિવાદ

Featured Video Play Icon
Spread the love

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સરકારી શાળામાં વિવાદ
સરકારી શાળા નંબર 309ને અન્ય સ્થળે ખસેડવાનો નિર્ણય
વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર 309ને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સુરતના મોટા વરાછા વિસ્તારની સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળા નંબર 309ને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવાના નિર્ણયથી વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. વાલીઓનો આક્ષેપ છે કે શાળાનું સ્થળાંતર કરવામાં આવશે તે અંગે અગાઉ કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નહોતી. વાલીઓ જણાવ્યુ હતુ કે તેઓ બાળકોના પ્રવેશ અને અન્ય ડોક્યુમેન્ટ જમા કરાવવા શાળાએ આવ્યા ત્યારે પણ તંત્ર દ્વારા સ્થળાંતરની કોઈ માહિતી આપવામાં આવી નહોતી. અચાનક લેવાયેલા નિર્ણયથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં કાળઝાળ ગરમી વચ્ચે વાલીઓ અને વિદ્યાર્થીઓને નવી જગ્યાએ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો માટે લાંબું અંતર કાપવું મુશ્કેલ બનશે તેવી ચિંતા વાલીઓએ વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *