સુરતમાં ખાડી પુરના કારણે કેશ ડોલ અપાઈ
અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છતાં કેશ ડોલ નહિ
લીંબાયત ઝોનની 15 થી 20 જેટલી સોસાયટીઓનો વિરોધ
સુરતમાં ખાડી પુરના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા જેઓને કેશ ડોલ અપાઈ રહી હોય જો કે લીંબાયત ઝોનની 15 થી 20 જેટલી સોસાયટીઓના રહીશોને હજુ સુધી કેશડોલ નહીં મળતા મહિલાઓએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી.
સુરતના લીંબાયત ઝોન હેઠળની અનેક સોસાયટીઓમાં ખાડી પૂરના પાણી ફરી વળ્યા બાદ હવે કેશડોલનો મુદ્દો ગરમાયો છે. કલેકટરાલયે પહોંચેલા સ્થાનિકોના જણાવ્યા મુજબ 15થી 20 જેટલી સોસાયટીઓના પરિવારોને હજુ સુધી કેશડોલની સહાય મળી નથી. એટલું જ નહીં, આ સોસાયટીઓમાં પૂરથી નુકસાન થયું હોવા છતાં તંત્ર દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો નથી. જેથી સમસ્યાને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને તાત્કાલિક સર્વે કરાવી કેશડોલની સહાય આપવાની માંગ કરી હતી. રજૂઆત કરનાર મહિલાઓએ જણાવ્યું હતુ કે તેઓ સ્થાનિક કોર્પોરેટર પાસે પણ ગયા હતા, પરંતુ કોઈ યોગ્ય ઉકેલ મળ્યો નથી. મ
હિલાઓના કહેવા મુજબ કોર્પોરેટરે તેમને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું. ખાડી પૂરની પરિસ્થિતિ બાદ સહાય નહીં મળતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. હવે તંત્ર દ્વારા આ સોસાયટીઓનો સર્વે ક્યારે કરવામાં આવે છે અને અસરગ્રસ્ત પરિવારોને કેશડોલની સહાય ક્યારે મળે છે, તે જોવું રહ્યું.
