મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક માટે ચાલી રહેલું આંદોલન

Featured Video Play Icon
Spread the love

મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક માટે ચાલી રહેલું આંદોલન
‘અદાણીનો અત્યાચારને ખેડૂતોની દુર્દશા’ નાટક
સરકાર તરફથી માત્ર મૌખિક સંદેશા જ મળતા હોવાથી ખેડૂતોમાં અસંતોષ

મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપનીની લાઈનો પસાર કરવા અને વીજ પોલ ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેતરોમાં કામ શરૂ કરતા પહેલા યોગ્ય વળતર ન મળવાને કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ 18 જૂનથી જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

તારીખ 25 જૂન અને ગુરુવારે આ આંદોલનના 8મા દિવસે રાત્રે આંદોલનની છાવણી ખાતે ગામની દીકરીઓ દ્વારા એક વિશેષ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક દ્વારા ખાનગી કંપનીની વીજ પોલ ઊભા કરવાની કથિત તાનાશાહી, સરકારી તંત્રનો દુરુપયોગ અને ખેડૂતો પર થતા અત્યાચાર તેમજ તેમની લાચારીને આબેહૂબ ઉજાગર કરવામાં આવી હતી. આ આંદોલનના ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ખેડૂતોના સમર્થનમાં વિશાળ જનમેદનીથી ગામના માર્ગો ભરાઈ ગયા હતા. જ્યાં સુધી ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને અંત સુધી લડત ચલાવવામાં આવશે.” આંદોલનનો સુખદ અંત લાવવા માટે સરકાર દ્વારા અત્યાર સુધીમાં 3 વખત મંત્રણા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, સરકાર તરફથી માત્ર મૌખિક સંદેશા જ મળતા હોવાથી ખેડૂતોમાં અસંતોષ છે.

આ નાટક તૈયાર કરવા માટે ગામની દીકરીઓએ માત્ર 5 કલાકની ટૂંકી પ્રેક્ટિસ કરી હતી. આ ટૂંકા ગાળાની તૈયારી બાદ મોરબી સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલી અંદાજે 8,000થી 10,000 જેટલી મહિલાઓની વિશાળ જનમેદની સમક્ષ આ નાટક સફળતાપૂર્વક રજૂ કરાયું હતું. નાટક જોઈને ઉપસ્થિત નારી શક્તિએ ખેડૂતોના હકની લડાઈમાં અંત સુધી સાથ આપવાનો હૂંકાર કર્યો હતો. છેલ્લા 8 દિવસથી મારા ઉપવાસ ચાલુ છે અને આખા ગુજરાતમાંથી હજારો ખેડૂતોનું સમર્થન છે, છતાં તંત્ર આંધળું-બહેરૂં બન્યું છે. અમારી દીકરીઓએ નાટક દ્વારા સરકારને છેલ્લો સંદેશ આપ્યો છે કે—’સાહેબ, સમય રહેતા શાનમાં સમજી જાવ, નહીંતર દીકરીઓ રોડ પર આવી ગઈ છે, આવનારો સમય કપરો હશે અને આંદોલન ઉગ્ર બનશે!…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *