અરવલ્લી:મંત્રી પી.સી.બરંડાનું મેઘરજમાં આગમન
કાર્યકર્તાઓ અને ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત
ઘેલીમાતા મંદિરે દર્શન કરી રોડ શો યોજ્યો
અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી પી.સી.બરંડાનો રોડ શો યોજાયો. મંત્રી બન્યા બાદ તેમનું આ પ્રથમ મેઘરજ આગમન હતું.
આ પ્રસંગે કાર્યકર્તાઓ અને ગ્રામજનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મંત્રીએ ઘેલીમાતા મંદિરે દર્શન કર્યા બાદ મુખ્ય માર્ગ પર રોડ શો શરૂ થયો હતો. આ રોડ શોમાં જિલ્લા પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, જિલ્લા સંગઠન પ્રમુખ ભિખાજી ઠાકોર, તાલુકા સંગઠન પ્રમુખ અનિલભાઈ પંચાલ સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યકર્તાઓ અને ગ્રામજનોએ મંત્રીને હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું. રોડ શો દરમિયાન લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અંતે, મંત્રીએ જનતાનો આભાર વ્યક્ત કર્યો.
