સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ફાયરની ટીમ દોડતી થઇ
વેડરોડ પર આગ લાગતા ફાયરની ટીમ દોડી ગઈ
આગમાં જાનહાની નહી થતા હાશકારો અનુભવાયો
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વેડરોડ પર આગ લાગતા ફાયરની ટીમ દોડી ગઈ હતી. તો આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
વેડરોડ પર આગ લાગતા ફાયરની ટીમ દોડી ગઈ હતી. ભર બપોરે વેડરોડ પર આવેલ કેશવ પાર્ક સોસાયટીમાં આગ લાગતા લોકોમાં ભાગદોડ મજી જવા પામી હતી. કેશવ પાર્ક સોસાયટીમાં સાડીઓનો સ્ટોન લગાવવાનુ માલ જે મકાનમાં મુક્યો હતો ત્યાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી તો આગની જાણ થતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. તો શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. હાલ તો આગમાં જાનહાની નહી થતા હાશકારો અનુભવાયો હતો.
