સુરત સહારા દરવાજા પાસે ખુરશી રિપેરિંગની દુકાનમાં ભીષણ આગ

Featured Video Play Icon
Spread the love

સુરત સહારા દરવાજા પાસે ખુરશી રિપેરિંગની દુકાનમાં ભીષણ આગ
દુકાનમાં ભીષણ આગ લાગતા દુકાન બળીને ખાખ થઈ ગઈ
વેપારીઓ અને રાહદારીઓમાં અફરાતફરી મચી ગઈ

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સહારા દરવાજા પાસે એનટીએમ માર્કેટ સામેની ખુરશી રિપેરિંગની દુકાનમાં ભીષણ આગ લાગતા દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. તો આગને લઈ વેપારીઓ અને રાહદારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.

સુરતના વ્યસ્ત અને વ્યાપારિક વિસ્તાર એવા સહારા દરવાજા નજીક આજે અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. સહારા દરવાજા પાસે આવેલી એનટીએમ માર્કેટની બિલકુલ સામે ખુરશી રિપેરિંગની દુકાનમાં શોર્ટ સર્કિટ અથવા અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના વ્યાપારીઓ અને રાહદારીઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *