સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘમહેર
જિલ્લામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે મેઘમહેર યથાવત
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘમહેર થઈ રહી છે. સુરત શહેર અને જિલ્લામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે મેઘમહેર યથાવત છે. સવારથી જ વરસાદ યથાવત રહેતા વાહન ચાલકો અને ખાસ કરીને કામધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહીને લઈને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાત ભરમાં મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘમહેર યથાવત છે. સુરત શહેરમાં તો છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે અને ખાડીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે હાલમાં છુટો છવાયો વરસાદ સુરત શહેરમાં પડી રહ્યો છે. સવારથી જ છુટો છવાયો વરસાદ પડતા શાળાએ જતા બાળકો સાથે કામધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.