રાજકોટમાં ખેતલા આપા મંદિરમાંથી 52 સાપ મળ્યા

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં ખેતલા આપા મંદિરમાંથી 52 સાપ મળ્યા
ફોરેસ્ટ વિભાગે મંદિરના મહંતની કરી ધરપકડ
વન વિભાગના ડીસીએફયુવરાજસિંહ ઝાલાનું નિવેદન

રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલા આપા મંદિરમાં 52 જીવતા સાપો મળી આવ્યા છે. ફોરેસ્ટ વિભાગે તપાસ કર્યા બાદ મંદિરના મહંત મનુ મણીરામ દુધરેજીયાની ધરપકડ કરી છે.

રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલા આપા મંદિરમાં 52 જીવતા સાપો મળી આવ્યા છે. ફોરેસ્ટ વિભાગે તપાસ કર્યા બાદ મંદિરના મહંત મનુ મણીરામ દુધરેજીયાની ધરપકડ કરી છે. મહંત મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સાપના દર્શન કરાવતો હતો અને સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરીને આ જગ્યા નાગના ઘર તરીકે દર્શાવતો હતો. પરંતુ તપાસ દરમિયાન સામે આવ્યું કે મંદિરમાં 100 થી વધુ સાપો રાખવામાં આવ્યા હતા, જે નાગદેવતાનું મંદિર હોવાનું પ્રચાર કરતા દર્શાવતું હતું. સાપો જંગલી પ્રાણીઓના અંતર્ગત આવે છે અને તેના માટે યોગ્ય પરવાનગી જરૂરી હોય છે. હાલ મહંતની ધરપકડ કરવામાં આવી છે અને તમામ સાપોને સલામત રીતે અન્ય સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

રાજકોટના ખેતલા આપા મંદિરમાંથી 52 જીવતા સાંપ મળ્યા છે. જેમાં મંદિરના મહંતની ધરપકડ કરવામાં આવી છે. જોકે મહંતે સોશિયલ મીડિયામાં નાગનું ઘર કહીને વીડિયો મૂક્યા હતા. તથા 100થી વધુ સાપો આ મંદિરમાં રાખવામાંઆવ્યા હતા. જ્યારે મહંત નાગદેવતાનું મંદિર કહીને પ્રચાર કરતા હતા. જેમાં હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા મંદિરના મહંતની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં પણ નાગનું ઘર લખીને વીડિયો પણ પોસ્ટ કરતો હતો. ત્યારે હવે મહંત સામે ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *