અમરેલીના વાંકીયા ગામમાં પતિએ પત્નીની કરી હત્યા.
આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી.
પતિએ ગળુ દબાવીને પત્નીની હત્યા નીપજાવી.
અમરેલી તાલુકા પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યો.
અમરેલીમાં પતિને પત્નીના આડા સંબંધની શંકા હોય અને પત્ની બીજા યુવક સાથે વાત કરતી હોવાનો સતત વહેમ હોય પતિએ મધરાતે પત્નીનુ ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. અમરેલી તાલુકાના વાંકીયા ગામની સીમમા આ ઘટના બનતા પોલીસે દોડી જઇ મહિલાની લાશને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર હોસ્પિટલમા ખસેડી છે.
પત્ની અન્ય સાથે વાત કરતી હોવાનો વહેમ રાખી હત્યાની આ ઘટના ગઇરાત્રે અમરેલી તાલુકાના વાંકીયા ગામની સીમમા અલ્પેશભાઇ લાલજીભાઇ સાવલીયાની વાડીમા બની હતી. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો સંજય અનેસિંગભાઇ મોહનીયા નામનો યુવાન પોતાની પત્ની અને એક સંતાન સાથે અલ્પેશભાઇની વાડીમા રહી ખેત મજુરીનુ કામ કરે છે. વહેલી સવારે પત્ની અન્ય યુવક સાથે વાત કરતી હોવાના વહેમમા બંને વચ્ચે ઝઘડો થયો હતો જેને પગલે સંજયે તેની 20 વર્ષીય પત્ની રેખાનુ ગળુ દબાવી દીધુ હતુ. આક્રોશમા ગળુ દબાવી દેતા પત્નીનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. પત્નીની હત્યા કર્યા બાદ સંજયે પોતાના વતનમા સસરા મંગલીયા લચ્છુભાઇ વસુનીયાને ફોન કર્યો હતો અને તમારી છોકરી કોઇ બીજા છોકરા સાથે વાત કરતી હતી એટલે મે તમારી છોકરીને મારી નાખી છે તેમ જણાવ્યુ હતુ. બીજી તરફ ઘટનાની જાણ થતા સવારે અમરેલી તાલુકા પોલીસ વાંકીયાની સીમમા બનાવના સ્થળે દોડી ગઇ હતી. જયાં રેખાની લાશ પડી હતી. રેખાની લાશને પીએમ માટે પ્રથમ અમરેલી સિવીલમા અને બાદમા ફોરેન્સિક પીએમ માટે ભાવનગર હોસ્પિટલમા ખસેડવામા આવી હતી. અમરેલી તાલુકા પોલીસે આરોપી પતિને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણ થતા યુવતીના પિતા મંગલીયાભાઇ વસુનીયા વતનમાથી અમરેલી દોડી આવ્યા હતા અને પોતાના જમાઇ સંજય મોહનીયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર બનાવ કઇ રીતે બન્યો તે જાણવા પોલીસે સંજયની પુછપરછ શરૂ કરી છે. Share with facebook મંગલીયાભાઇની સૌથી મોટી પુત્રી રેખા 20 વર્ષની હતી અને દોઢ વર્ષ પહેલા તેણે બાજુના ગામના સંજય મોહનીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ ચારિત્ર્યની શંકામા પતિએ તેની હત્યા કરી નાખી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી