દાહોદમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

દાહોદમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
સુખસર ખાતે રાજ્ય મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને ઉજવણી
વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન

દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવની ભાવના સાથે સમગ્ર દેશમાં ૮૦ મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી અને દાહોદ જિલ્લા સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ સમારોહ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીતની ગુંજ સાથે મંત્રીશ્રી દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી.

દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવની ભાવના સાથે સમગ્ર દેશમાં ૮૦ મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી તેમના બલિદાનને નમન કર્યું હતું. મંત્રીશ્રીએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સ્વાતંત્ર્ય એ આપણા અધિકાર સાથે દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ પણ છે. સરકાર દ્વારા સમાજના તમામ વર્ગોના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવી રહેલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સૌએ સહભાગી બનવું જોઈએ. એ સાથે એમણે સૌ ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટે અનુરોધ કર્યો હતો. સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરીને કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નાદથી વાતાવરણ દેશ ભક્તિમય બની ગયું હતું. સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણીમાં અધિકારીશ્રીઓ, પદાધિકારી શ્રીઓ, પોલીસ-સુરક્ષા દળોના જવાનો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *