સુરતમાં ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડતી બનાવટી નોટો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડતી બનાવટી નોટો
લાલગેટ પોલીસે મોટી કાર્યવાહી કરી
બેગમાંથી 500 ના દરની 35 શંકાસ્પદ નોટો મળી આવી

સુરતમાં ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડતી બનાવટી ચલણી નોટોના નેટવર્ક સામે લાલગેટ પોલીસે મોટી કાર્યવાહી કરી હોય તેમ ચોક ચાર રસ્તા નજીક પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઈસમની બેગમાંથી 500 ના દરની 35 શંકાસ્પદ નોટો મળી આવી હતી. સાયન્ટિફિક તપાસમાં તમામ નોટો બનાવટી હોવાનું સામે આવ્યું હતું.

સુરતની લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક ચાર રસ્તા નજીક એક શંકાસ્પદ ઈસમને અટકાવી તેની બેગની તપાસ કરવામાં આવી હતી. તો તે ઈસમની બેગમાંથી 500ના દરની 35 નોટ મળી આવતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ નોટોનું સાયન્ટિફિક પરીક્ષણ કરાવતા તે બનાવટી અને ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કલ્પેશ મળુજીભાઈ રાઠોડની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 35 બનાવટી નોટો ઉપરાંત 3 મોબાઇલ ફોન, 2 લેપટોપ સહિત કુલ 2.38 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે બેગ આપનાર હિનાબેન મોહનભાઈ વાઢેળને વોન્ટેડ જાહેર કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *