ભાવનગર બિલેશ્વર રોડ પર ઉભરાતી ગટરોને લઈને શ્રદ્ધાળુઓમાં રોષ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર બિલેશ્વર રોડ પર ઉભરાતી ગટરોને લઈને શ્રદ્ધાળુઓમાં રોષ
લાંબા સમયથી ભૂગર્ભ ગટર લાઈન ચોકઅપ
ગટરના ગંદા પાણીનો નિકાલ અટક્યો

ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ ઐતિહાસિક શિવાલય એવાં બિલેશ્વર મહાદેવ મંદિર વાળા રોડ પર છેલ્લા ઘણા સમયથી ગટરના અત્યંત દૂષિત પાણી વહી રહ્યા છે મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓ, અને અહીં વસવાટ કરતા લોકો આ ઉભરાતી ગટરોને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર સુધી પહોંચવાના અલગ અલગ બે રસ્તાઓ હોય આ બંને બોર્ડ પર છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે ભૂગર્ભ ડ્રેનેજ લાઈન ચોકઅપ થઇ જતાં આ સમસ્યા સર્જાઈ હોવાનું લોકોએ જણાવ્યું છે ભાવનગર શહેરમાં આવેલા અનેક ઐતિહાસિક શિવાલયો પૈકી એક એવા પાનવાડી વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર પર પ્રવેશવાના રોડ પર છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતા ગટરના દૂષિત પાણી રોડ પર વહી રહ્યા છે. જેને પગલે આ વિસ્તારના લોકો અને મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુ ને ભારે તકલીફ વહેટવી પડી રહી છે, આ સમસ્યાના લઈને સ્થાનિક લોકો તથા મંદિરના પૂજારીઓ દ્વારા સત્તાવાળાઓને વારંવાર રજૂઆતો કરી હતી પરંતુ આમ છતાં હજુ સુધી કોઈ જ પરિણામ નથી આવ્યું ત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને એવા સમયે શિવ ભક્તોને પડી રહેલી મુશ્કેલીઓ તત્કાલ હલ કરવાની માંગ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *