અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકની બાઇકની ચાવીથી હત્યા

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકની બાઇકની ચાવીથી હત્યા
બાઇક પર જતી યુવતીને રોકી ઝઘડો કર્યો,
બાઇક ચાલકે છાતીમાં ચાવી મારતા લોહીલુહાણ થઈ ઢળી પડ્યો

અમદાવાદ શહેરના નિકોલમાં રહેતા અને ખાનગી ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા ભાવેશ શ્રીમાળી નામના યુવકની તેની સોસાયટી બહાર જ છાતીમાં બાઈકની ચાવી મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરતા જાણવા મળ્યું કે, મરનાર યુવક તેના ફલેટમાં જ રહેતી યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો.

અમદાવાદમાં નિકોલમાં પરિવાર સાથે રહેતો ભાવેશ શ્રીમાળી ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો ભાવેશ તેના ફ્લેટમાં જ રહેતી યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ થઈને ફરતો હતો. આટલું જ નહીં ભાવેશ અવારનવાર યુવતીનો પીછો કરી તેને હેરાન પરેશાન કરતો હતો. થોડા સમય પહેલાં જ યુવતીની સગાઈ થઈ હતી તેમ છતાં ભાવેશ તેને હેરાન પરેશાન કરી પીછો કરતો હતો, જ્યાં પણ જાય ત્યારે ભાવેશ તેનો પીછો કરતો હતો. ગઈકાલે તા.11 મે, 2025 ના રોજ યુવતી ફ્લેટમાં રહેતા હર્ષ નામના વ્યક્તિ સાથે ગામડે જવા નીકળી હતી. આ દરમિયાન પ્રેમીએ યુવકની બાઈકનો પીછો કર્યો હતો. રસ્તામાં બંને વચ્ચે બોલાચાલી થતાં યુવકે પ્રેમીના છાતીના ભાગે બાઈકની ચાવી મારી દેતા યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. પિતાએ હત્યારા સામે નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવેશને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ, હોસ્પિટલમાં ડોક્ટર સારવાર કરે તેની પહેલા જ ભાવેશનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં હર્ષ સામે હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *