ગીર સોમનાથ વેરાવળમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ
આપતકાલીન સ્થિતિમાં સ્વબચાવની પદ્ધતિઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન
વેરાવળના સરદારસિંહ રાણા (કે.સી.સી) ગ્રાઉન્ડ ખાતે આજે નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એન.સી.સી. કેડેટ્સ અને સામાન્ય નાગરિકોને આપતકાલીન પરિસ્થિતિમાં સ્વબચાવની તાલીમ આપવામાં આવી.
વેરાવળના સરદારસિંહ રાણા ગ્રાઉન્ડ ખાતે આજે નાગરિક સંરક્ષણ મોકડ્રિલ કાર્યક્રમ દરમિયાન મિસાઈલ કે હવાઈ હુમલા જેવી પરિસ્થિતિમાં ક્રાઉલિંગ, કૂકડૂક સ્ટાઈલ, ફાયરમેન લિફ્ટ અને ટૂ-મેન લિફ્ટનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગે કાર્ડિયોપલ્મોનરી રીસસીટેશન-CPRની તાલીમ આપી હતી, ફાયર વિભાગે મોનિટર દ્વારા ફાયર ફાઈટિંગનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કર્યું. ઈમર્જન્સી રેસ્ક્યૂ વાનમાં રહેલા હાઈડ્રોલિક કટર, રેમજેક, મલ્ટીટૂલ અને લિફ્ટિંગ એરબેગ્સ જેવા બચાવ સાધનોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી અને નેવલ ઓફિસર અક્ષય ઠક્કર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી