સુરતની ડિંડોલી પોલીસે મોપેડ ચોરને ઝડપ્યા
બે ચોરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા
મોપેડ ચોર અરબાઝ શેખ અને શહેઝાદ કાઝીની ધરપકડ કરી
સુરતની ડિંડોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચોરાયેલી મોપેડ સાથે બે ને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર એન.પી.ગોહીલ દ્વારા મિલ્કત સબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા તેમજ અટકાવવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપી હોય ત્યારે પીઆઈ આરજે ચુડાસમા અને કેએ ચૌહાણની ટીમ પીએસઆઈ એલએચ મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો જીગર અને યશપાલસિંહએ બાતમીના આધારે ચોરીની મોપેડ સાથે અરબાઝ શેખ અને શહેઝાદ કાઝીની ધરપકડ કરી તેઓ પાસેથી ચોરાયેલી મોપેડ પણ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
