અરવલ્લી જિલ્લાના માલપુરમાં પ્રાકૃતિક મોડલ ફાર્મ

Featured Video Play Icon
Spread the love

અરવલ્લી જિલ્લાના માલપુરમાં પ્રાકૃતિક મોડલ ફાર્મ
પ્રવીણભાઈ જીવણભાઈએ બનાવ્યું પ્રાકૃતિક મોડલ ફાર્મ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ ગામના પટેલ પ્રવીણભાઈ જીવણભાઈ દ્વારા પ્રાકૃતિક મોડલ ફાર્મ બનાવીને આજીવિકા વૃદ્ધિની પહેલ…

ખેતીમાં પ્રાકૃતિક ખેતી જેમાં 3 વિઘા ના ફાર્મ માં એક એક ઈંચ જમીન નો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમના દ્વારા ઝાડમાં તાઇવાન પિંક જામફળ ના 2000 છોડ ની સાથે શાકભાજીમાં 4 થી 5 પ્રકારના રીંગણ 4 પ્રકારના ટામેટા 3 થી 4 પ્રકારના મરચા જેમાં તીખા, મોળા, પીકાડોળ, કેપ્સીકમ, ફલાવર કોબી ડુંગળી,લસણ,મેથી, ગાજર મૂળા ધાણા, મેથી, પાલખ, જેવા મસાલા પાક સાથે બટાકા અને સ્વીટકોન મકાઈ સાથે સાથે બેથી ત્રણ પ્રકારના ગલગોટા, અને ઘઉં જેવા પાકો એક સાથે લેવાના અને તેમાં પણ બજાર માંથી કોઈ દવા કે ખાતર વગર જીવામૃતનો ઉપયોગ કરી ડ્રિપ મલચીગથી ખેતી કરવામાં આવી રહી છે. આ ખેતરમાંથી દર રોજ 1500 થી 2000 ની આવક મેળવવામાં આવી રહી છે. દરરોજ ફુલ શાકભાજીનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે બે મહિનામાં 1 થી 1.25 લાખ ની આવક મેળવી એક નવી કેડી કંડાળી જોખમ ઘટાડી આવક વૃદ્ધિની પહેલ આ પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ દ્વારા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *