સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા ઘરફોડ ચોરને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા ઘરફોડ ચોરને ઝડપ્યો
ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ઘરફોડ ચોરને ઝડપ્યો
ચોર રાહુલ દશરથ દંતાણીને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉમરા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ઘરફોડ ચોરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સહિતનાઓના આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડની ટીમે બાતમીના આધારે ઉમરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ આદર્શ સોસાયટીમાં એક વર્ષ પહેલા થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપી એવા મુળ મહેસાણાના કડીનો અને હાલ ગાંધીનગર ખાતતે રહેતા રાહુલ દશરથ દંતાણીને ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો ઉમરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *