અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વીજ તારની સાહસિક ચોરી
રાત્રિના સમયે વીજ તારની સાહસિક ચોરીનો બનાવ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકોના ભેમાપુર ગામે રાત્રિના સમયે વીજ તારની સાહસિક ચોરીનો બનાવ સામે આવ્યો છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ખેડૂત કટારા ભગવાનભાઈ, હિરાભાઈ અને પ્રતાપભાઈના ખેતરના D.P. કનેક્શનના તાર કાપી અજાણ્યા તસ્કરો ફરાર થયા હોવાનો આક્ષેપ છે. લાઈટ ચાલુ હાલતમાં ચોરી થતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગામલોકોએ ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડના અધિકારીઓ અને પોલીસને લેખિત રજૂઆત કરી આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી છે.ભેમાપુર ગામે ચાલુ વીજ પ્રવાહ વચ્ચે તાર ચોરી થવાની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. ગ્રામજનો કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે….
