અમરોલી-કતારગામ તાપી બ્રિજ પર ભુવો, વાહનચાલકોમાં ભયનો માહોલ

Featured Video Play Icon
Spread the love

અમરોલી-કતારગામ તાપી બ્રિજ પર ભુવો, વાહનચાલકોમાં ભયનો માહોલ
દરરોજ હજારો વાહનો પસાર થતા બ્રિજ પર સુરક્ષા અંગે ઉઠ્યા સવાલ
ભુવો પડતાં મનપાએ બેરીકેડ મૂકી વિસ્તારને કર્યો કોર્ડન
કાયમી સમારકામ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નહીં, વાહનચાલકોમાં ચિંતા

સુરતમાં ભુવા પડવાની ઘટનાઓ યથાવત હોય તેમ અમરોલી અને કતારગામને જોડતા તાપી બ્રિજ પર ભુવો પડતાં હજારો વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે.

સુરત શહેરમાં ભુવા પડવાનુ યથાવત હોય તેમ અમરોલી અને કતારગામને જોડતા તાપી બ્રિજ પર ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, જેના કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભુવો પડ્યા બાદ મનપા દ્વારા સ્થળ પર માત્ર બેરીકેડ મૂકી આડશ કરવામાં આવી છે, પરંતુ કાયમી સમારકામ અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરિણામે વાહનચાલકો જોખમ વચ્ચે વાહન ચલાવવા મજબૂર બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *